Mars Effect on Earth Climate: નાનું કદ હોવા છતાં નવા સંશોધન મુજબ મંગળ ગ્રહ પૃથ્વીના વાતાવરણ પર નોંધપાત્ર પ્રભાવ પાડે છે. કમ્પ્યુટર સિમ્યુલેશન દર્શાવે છે કે મંગળનું ગુરુત્વાકર્ષણ ખેંચાણ પૃથ્વીની ભ્રમણકક્ષા અને ઝુકાવને નિયંત્રિત કરે છે. જે 1,00,000 વર્ષના હિમયુગ ચક્ર અને 2.4 મિલિયન વર્ષના “ગ્રાન્ડ સાયકલ” ને ચલાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.
પૃથ્વીના વાતાવરણમાં ફેરફાર માત્ર સૂર્ય કે પ્રદૂષણના કારણે નથી. વૈજ્ઞાનિકોએ એવો ખુલાસો કર્યો છે કે જે તમને વિચારવા માટે મજબૂર કરી દેશે. આના પાડોશી ગ્રહ મંગળની પૃથ્વીના ક્લાઈમેટ પર ઊંડી અસર પડે છે. આ લાલ ગ્રહ પોતાની ગ્રેવિટીથી પૃથ્વીને ખેંચે છે અને વાતાવરણ બદલે છે. નવી રિસર્ચ જણાવે છે કે મંગળ પૃથ્વીની ઓર્બીટ અને ઝુકાવને કંટ્રોલ કરે છે. જેને મિલાનકોવિચ સાઇકલ કહે છે. જો મંગળ ન હોત તો કદાચ પૃથ્વીનું વાતાવરણ આવું ન હોત જે આજે છે. સ્ટીફન કેનની લીડરશિપમાં થયેલી આ સ્ટડીએ ખગોળ વિજ્ઞાનમાં હલચલ મચાવી દીધી છે. આ રિસર્ચ જણાવે છે કે કેવી રીતે બીજા ગ્રહો આપણી દુનિયાને ચલાવે છે. આ સમજવું જરૂરી છે કે આપણું ક્લાઈમેટ એક માત્ર ગ્રહની કહાની નથી.
વૈજ્ઞાનિકોને કેવી રીતે ખબર પડી મંગળના આ સિક્રેટ વિશે? :- પૃથ્વી લાખો વર્ષોથી ક્યારેક બરફની જેમ જામી જાય છે, તો ક્યારેક ગરમ થઈ જાય છે. વૈજ્ઞાનિકો તેને મિલાનકોવિચ સાઇકલ કહે છે. આ પૃથ્વીના ઓર્બીટ અને તેના નમવાની રીત પર આધાર રાખે છે. અત્યાર સુધી માનવામાં આવતું હતું કે ગુરુ અને શુક્ર જેવા મોટા ગ્રહો આમાં મુખ્ય ભાગ ભજવે છે. પરંતુ આ નવી રિસર્ચએ વિચાર બદલી નાંખ્યા છે.
સ્ટીફન કેન અને તેમની ટીમે એક અનોખો પ્રયોગ કર્યો હતો. તેમણે કમ્પ્યુટર સિમ્યુલેશનનો ઉપયોગ કર્યો. જેમાં તેમણે મંગળ ગ્રહના વજનને ઝીરોથી લઈને 10 ગણા સુધી વધારી દીધું. તેમણે જોયું કે મંગળના વજનમાં થતા ફેરફારથી પૃથ્વીની ભ્રમણકક્ષા પર ઊંડી અસર થાય છે. જેના પરિણામો ચોંકાવનારા હતા. કદમાં નાનો હોવા છતાં મંગળની અસર ઊંડી છે.
હિમ યુગ લાવવા પાછળ મંગળ ગ્રહ જવાબદાર? :- વૈજ્ઞાનિકોએ જોયું કે સૌરમંડળમાં એક રિધમ કામ કરે છે. શુક્ર અને ગુરુ ગ્રહ મળીને 4 લાખ 50 હજાર વર્ષની એક સાઇકલ ચલાવે છે. આ એક મેટ્રોનોમ જેવું છે, જે ટિક-ટિક કરતું રહે છે. મંગળના વજન ગમે તેટલું હોય, આ સાઇકલમાં કોઈ ફર્ક પડતો નથી. તે પૃથ્વીના વાતાવરણનો બેઝ છે.
પરંતુ બધું અહીં જ સમાપ્ત નથી થતું. એક નાની સાઇકલ પણ છે, જે 1 લાખ વર્ષની હોય છે. આ સાઇકલ નક્કી કરે છે કે પૃથ્વી પર હિમ યુગ ક્યારે આવશે. રિસર્ચમાં જાણવા મળ્યું છે કે આ સાઇકલ મંગળ પર નિર્ભર છે. જો મંગળનું વજન વધે છે, તો આ સાઇકલ લંબાય છે. એટલે કે મંગળ એ જ ફેક્ટર છે, જે આપણા હિમયુગનો ટાઈમિંગ સેટ કરે છે. પૃથ્વીની ઋતુઓને કંટ્રોલ કરી રહ્યો છે મંગળ.
જો મંગળ ન હોત તો શું પૃથ્વીની ક્લાઈમેટ સિસ્ટમ ફેઈલ થઈ જાત? :- આ રિસર્ચનો સૌથી ચોંકાવનારો ભાગ ગ્રાન્ડ સાઇકલ છે. આ 24 લાખ વર્ષની એક લાંબી ક્લાઈમેટ સાઇકલ છે. સિમ્યુલેશનમાં જોવા મળ્યું કે જ્યારે મંગળનું વજન ઝીરો કરવામાં આવ્યું, તો આ સાઇકલ ગાયબ થઈ ગઈ. જેનો અર્થ કે મંગળ ગ્રહ વિના આ પેટર્ન અસ્તિત્વમાં જ નથી હોતી.

