Benefits of garlic: લસણ અનેક ગુણોથી ભરપૂર હોય છે. આમ, ઠંડીમાં તમે આ રીતે લસણનું સેવન કરો છો તો હેલ્થને ગજબના ફાયદા થાય છે. તો જાણો શિયાળામાં કેવી રીતે લસણનું સેવન કરશો?
Benefits of Garlic: ઠંડીની સિઝનમાં શરદી-ઉધરસ, સાંધાનો દુખાવો તેમજ ઇમ્યુનિટી સિસ્ટમ નબળી થઈ જાય છે. ઘણા લોકો આ બધી પરિસ્થિતિમાંથી બચવા માટે દવા લેતા હોય છે. આયુર્વેદિક ડોક્ટર અનુસાર ઠંડીમાં તમે લસણનું સેવન કરો છો તો હેલ્થને ગજબના ફાયદા થાય છે. લસણ શરીરને અંદરથી મજબૂત કરવાનું કામ કરે છે. આ દરેક સ્વાસ્થ્ય સંબંધિત બીમારીઓને દૂર કરે છે. લસણમાં કમ્પાઉન્ડ્સ, એલિસિન જેવા અનેક તત્વો હોય છે જે હેલ્થ માટે અનેક રીતે ગુણકારી છે. પરંતુ ઠંડીમાં તમે ખોટી રીતે લસણનું સેવન કરો છો તો હેલ્થને ફાયદાની જગ્યાએ નુકસાન થઈ શકે છે. તો જાણો ઠંડીમાં લસણનું સેવન કેવી રીતે કરવું જોઈએ?
ઠંડીમાં લસણનું સેવન કેવી રીતે કરશો?
સવારમાં ખાલી પેટે તમે એકથી બે કળી લસણ ખાઓ છો તો ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત થાય છે. આ તમે દૂધમાં ઉકાળીને પી શકો છો. આ શરીરની ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત કરવાનું કામ કરે છે. આમ ઠંડીમાં તમને શરદી-ખાંસી વધારે થાય છે તો તમે એકથી બે કળી લસણનું સેવન કરો.