- Swelling In Fingers And Toes In Winter: ડિસેમ્બરથી લઈને જાન્યુઆરી મહિના સુધી ઠંડીનો ચમકારો વધારે રહેતો હોય છે. ઠંડીમાં હાથ-પગની આંગળીઓ સોજા વધારે આવે છે. આંગળીઓમાં સોજા આવી જવાને કારણે અનેક કામ કરવામાં મુશ્કેલી થાય છે. સોજા વધવા પર આંગળીઓ લાલ રંગની થઈ જાય છે અને ખંજવાળ પણ વધારે આવે છે. જોકે આ તકલીફ થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. ખાસ કરીને વિટામીનનું એક કારણ હોઈ શકે છે. સામાન્ય રીતે ઠંડીમાં તડકાની કમીને કારણે અને હાથ-પગ ભીનાં રહેવાને કારણે આ સમસ્યા થાય છે. આ સિવાય ઘણીવાર કલાકો સુધી પગ લટકાવીને બેસવાથી આંગળીઓમાં સોજા આવી શકે છે, પરંતુ કેટલાક વિટામીન પણ આ પાછળ જવાબદાર હોય છે. તો જાણો અહીં વિસ્તારથી.
- આ વિટામીનની ઉણપને કારણે પગમાં આવી શકે છે સોજા
- વિટામીન બી12
તમારા શરીરમાં વિટામીન બી12ની કમી છે તો એની અસર પગમાં સોજાના રૂપમાં દેખાઈ શકે છે. વિટામીન બી12 ઓછું થવા પર પગની આંગળીઓમાં સોજા આવવા લાગે છે. વિટામીન બી12 નસોને હેલ્ધી બનાવી રાખવામાં અને લાલ રક્ત કોશિકાઓ બનાવી રાખવા માટે જરૂરી છે. જ્યારે આ વિટામીન ઓછું થાય ત્યારે પગ સુન્ન થવા લાગે છે અને ઝણઝણાટી થાય છે. ઘણીવાર તો પગમાં સોજો અને દુખાવો પણ વધી શકે છે.

