વનતારામાં લિયોનેલ મેસ્સીનું ભવ્ય, પરંપરાગત શૈલીમાં સ્વાગત કરવામાં આવ્યું હતુ. સ્વાગતમાં જીવંત લોક સંગીત, આશીર્વાદ અને સદ્ભાવનાનું પ્રતીક કરતી ફૂલોથી સ્વાગત અને ઔપચારિક આરતીનો સમાવેશ થયો હતો. જામનગર: વૈશ્વિક ફૂટબોલ આઇકોન લિયોનેલ મેસ્સીએ અનંત અંબાણી દ્વારા સ્થાપિત વન્યજીવન બચાવ, પુનર્વસન અને સંરક્ષણ કેન્દ્ર વનતારાની ખાસ મુલાકાત લીધી હતી. મેસ્સીએ પરંપરાગત હિન્દુ ધાર્મિક વિધિઓમાં ભાગ લીધો હતો. વન્યજીવનનું નિરીક્ષણ કર્યું અને કેર ટેકર સંરક્ષણ ટીમો સાથે વાતચીત કરી. મેસ્સીના વનતારાની મુલાકાતના વીડિયો હાલ ઘણાં જ લોકપ્રિય થઈ રહ્યા છે.
મેસ્સી તેના ઇન્ટર મિયામી સાથી ખેલાડીઓ લુઇસ સુઆરેઝ અને રોડ્રિગો ડી પોલ સાથે વનતારાની મુલાકાત લીધી હતી. વનતારામાં તેમનું ભવ્ય, પરંપરાગત શૈલીમાં સ્વાગત કરવામાં આવ્યું હતુ. સ્વાગતમાં જીવંત લોક સંગીત, આશીર્વાદ અને સદ્ભાવનાનું પ્રતીક કરતી ફૂલોથી સ્વાગત અને ઔપચારિક આરતીનો સમાવેશ થયો હતો.