What happens if wear sweater to sleep at night: હેલ્થ એક્સપર્ટ અનુસાર રાત્રે સ્વેટર પહેરીને ઊંઘવાથી શરીરનું તાપમાન વધી શકે છે. આ કારણે બેચેની, ત્વચા પર બળતરા, ખંજવાળ તેમજ બ્લડ સર્ક્યુલેશનમાં તકલીફ થઈ શકે છે. Health care: ઠંડીની સિઝનમાં ઘણાં લોકોને ઠંડી વધારે લાગે છે તો ઘણાં લોકોને ઠંડી ઓછી લાગતી હોય છે. વધારે ઠંડી લાગવાને કારણે અનેક લોકો રાત્રે સ્વેટર પહેરીને સૂઈ જતા હોય છે. આ સાથે ઘણાં લોકો ટોપી જેવા ગરમ કપડાં પહેરીને સૂઈ જતા હોય છે. પરંતુ શું ખરેખર ગરમ કપડાં પહેરીને સૂવું જોઈએ? શું સ્વેટર પહેરીને ઊંઘવાથી સ્વાસ્થ્યને કોઈ નુકસાન થાય? તો જાણો આ પ્રશ્નોના જવાબ.
એક્સપર્ટ અનુસાર રાત્રે સ્વેટર પહેરીને ઊંઘવાથી શરીરનું તાપમાન વધી શકે છે જેના કારણે બેચેની, ખંજવાળ, બ્લડ સર્ક્યુલેશનમાં સમસ્યા તેમજ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા થઈ શકે છે.
રાત્રે સ્વેટર પહેરીને ઊંઘવાથી શું થાય?હેલ્થ એક્સપર્ટ અનુસાર રાત્રે સ્વેટર પહેરીને તેમજ બીજા કપડાં પહેરીને ઊંઘવાથી શરીર પર અનેક પ્રકારની અસર થઈ શકે છે. આ સામાન્ય રીતે એ વાત પર ડિપેન્ડ કરે છે કે બેડરૂમનું તાપમાન કેટલું છે અને તમારા શરીરની વ્યક્તિગત જરૂરિયાત શું છે? જો કે સ્વેટર પહેરીને ઊંઘવાની આદત અનેક લોકોને ગરમી અને આરામ આપવાનું કામ કરે છે, પરંતુ આ બાબતોનું ખાસ ધ્યાન રાખો.