Reliance Relaunches SIL: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની (RIL) FMCG પાંખ, રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડે(RCPL) પેકેજ્ડ ફૂડ્સ માર્કેટમાં નોંધપાત્ર વિસ્તરણની આજે જાહેરાત કરી છે. આ અંતર્ગત, 75 વર્ષ જૂની અને જાણીતી ફૂડ્સ બ્રાન્ડ SILને ફૂડ્સ સેગમેન્ટમાં તેની મુખ્ય બ્રાન્ડ તરીકે રિલોન્ચ કરવામાં આવી છે. બેંગલુરુ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની (RIL) FMCG પાંખ, રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડે(RCPL) પેકેજ્ડ ફૂડ્સ માર્કેટમાં નોંધપાત્ર વિસ્તરણની આજે જાહેરાત કરી છે. આ અંતર્ગત, 75 વર્ષ જૂની અને જાણીતી ફૂડ્સ બ્રાન્ડ SILને ફૂડ્સ સેગમેન્ટમાં તેની મુખ્ય બ્રાન્ડ તરીકે રિલોન્ચ કરવામાં આવી છે. આ સાથે RCPLનું ફૂડ્સ કેટેગરી (ખાદ્ય પદાર્થોની શ્રેણી)માં સર્વગ્રાહી પદાર્પણ થયું છે, જેની શરૂઆતમાં SIL બ્રાન્ડ હેઠળ નૂડલ્સ, જામ, કેચઅપ, સોસ અને સ્પ્રેડ્સ જેવી નવી પ્રોડક્ટ્સ પ્રસ્તુત કરાઈ છે.
એક નવા અને આધુનિક રૂપરંગથી સજ્જ, નવી SIL થકી એ જ જૂની પેઢીઓના મનપસંદ સ્વાદ અને સોડમને પુનઃપ્રસ્તુત કરાઈ રહી છે. આ પ્રોડક્ટ્સને એવી રીતે વિકસાવાઈ છે જેથી તે આધુનિક ભારતીય પરિવારોની સ્વાદ, ગુણવત્તા અને કિંમતની અપેક્ષાઓ પર પરિપૂર્ણ ઉતરી શકે. RCPLની મુખ્ય ફૂડ્સ બ્રાન્ડ તરીકે SIL દ્વારા કંપનીના પેકેજ્ડ ફૂડ્સ ક્ષેત્રમાં પદાર્પણનું પ્રથમ સોપાન સર કરાશે જેથી ભવિષ્ય માટે તૈયાર એવા મજબૂત ફૂડ્સ પોર્ટફોલિયોનો પાયો રચાય.