How often should you wash your hair: વાળને સ્વસ્થ રાખવા માટે તેની યોગ્ય કાળજી રાખવી જરૂરી છે. અઠવાડિયામાં એકવાર તેલ લગાવવાથી અને અઠવાડિયામાં એક કે બે વાર વાળ ધોવાથી તમારા વાળ અને માથાની ચામડી બંને સ્વચ્છ અને સ્વસ્થ રહે છે. જોકે, કેટલીક સ્ત્રીઓ, આળસને કારણે, ઘણા દિવસો સુધી વાળ ધોવાનું છોડી દે છે. જો તમે નિયમિતપણે તમારા વાળ ન ધોતા હોવ તો શું? અહીં જાણો…
What happened if not wash hair for long: જો તમારા વાળની નિયમિત સંભાળ રાખવામાં ન આવે, તો તેના મૂળમાંથી નબળા પડી જાય છે અને તૂટવા અને ખરવા લાગે છે. વાળમાં તેલ ન લગાવવાથી અને સ્કૅલ્પ ઉપરની ચામડી સાફ ન કરવાથી ખોડો થવાથી વાળ ખરવાનું કારણ બને છે. કેટલીક સ્ત્રીઓ કામમાંથી સમય ન મળતા બે અઠવાડિયા સુધી વાળ ધોતી નથી. જ્યારે શિયાળામાં ઠંડીને કારણે વાળ ધોવામાં આળસ કરે છે. જો તમે ઘણા દિવસો સુધી વાળ નહીં ધોશો તો શું થશે? શું નિયમિતપણે વાળ ન ધોવાથી વાળ ખરવા, ખોડો થવા અથવા સ્કૅલ્પ ઉપરની ચામડીને નુકસાન થાય છે? અહીં જાણો… જો તમે ઘણા દિવસો સુધી તમારા વાળ ન ધોવાથી શું થાય? : ઈન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ, સ્વસ્થ વાળ અને સ્કૅલ્પ ઉપરની ચામડી જાળવવા માટે અઠવાડિયે વાળની સફાઈ કરવી જરૂરી છે. જે તમારા વાળને મૂળથી મજબૂત બનાવે છે, સ્કૅલ્પ ઉપરની ચામડીમાં ખંજવાળ, ફોલ્લાઓ અથવા અન્ય કોઈપણ પ્રકારના ચેપને અટકાવે છે. પરંતુ જો કોઈ બે કે ત્રણ અઠવાડિયા સુધી વાળ શેમ્પૂ ન કરે તો શું થશે?