વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ફરી એકવાર પ્રેમાનંદ મહારાજને મળવા ગયા હતા. જેનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ત્યારે જાણો મહારાજે બંન્નેને શું શીખ આપી. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા વૃંદાવન પહોંચ્યા હતા જ્યાં તેમણે વરાહ ઘાટ સ્થિત રાધા કેલી કુંજ આશ્રમમાં સંત પ્રેમાનંદ મહારાજની મુલાકાત લીધી હતી. તેઓ પ્રેમાનંદજી સાથે વાતચીત કરી હતી જેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને ભજન માર્ગના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી અપલોડ કરવામાં આવ્યો છે. જેમાં પ્રેમાનંદ મહારાજ વિરાટ અને અનુષ્કાને જીવન અને કર્મ સાથે જોડાયેલી અમુક મહત્વપૂર્ણ વાતોની શીખ આપે છે.
પ્રેમાનંદજીએ તેમને પોતાના કાર્યને ભગવાનની સેવા માનવાની પ્રેરણા આપી. તેમણે કહ્યું કે પોતાના કાર્યક્ષેત્રમાં ભગવાનની સેવાને સમજો અને ગંભીર ભાવે રહો. વિનમ્ર રહો અને ખૂબ નામ કમાઓ. મહારાજની આ શીખ વિરાટ અને અનુષ્કા બંન્નેએ ધ્યાનપૂર્વક સાંભળી હતી જે વીડિયોમાં જોઈ શકાય છે.
આ મુલાકાત ખરેખરમાં વિરાટ અને અનુષ્કાના જીવનમાં આધ્યાત્મિકતા અને સાદગીને દર્શાવે છે. પોતાના ગુરુની વાત સાંભળીને બંન્નેના ચહેરા પર સ્મિત આવી ગયું હતું. વીડિયોમાં જોઈ શકાય છે કે તે પ્રેમાનંદજીની સામે હાથ જોડીને બેઠા હતા અને ઘણી સાદગી સાથે તેમણે મહારાજની વાત સાંભળી. વીડિયોમાં પ્રેમાનંદજીએ જણાવ્યું કે જે તમારા અસલી પિતા છે જેણે મને બનાવ્યો છે તેને એકવાર એને જુઓ. તેને મળવાની લાલસા હોવી જોઈએ. એકવાર તો તેમને જોવા જોઈએ.