Tata Punch Mileage: ભારતીય ઓટોમોબાઇલ માર્કેટમાં ટાટા પંચ એક એવી કાર છે જે ઓછી કિંમત, ઉત્તમ માઇલેજ અને શાનદાર સુરક્ષા સાથે લાખો લોકોની પસંદગી બની છે. પરંતુ શું તમે જાણો છો કે આ કાર કેટલી માઈલેજ આપે છે? આજે અમે આપને આ વિશે વિગતવાર જણાવીશું.
Tata Punch Mileage: ભારતીય ઓટોમોબાઇલ માર્કેટમાં ટાટા પંચ એક એવી કાર છે જે ઓછી કિંમત, ઉત્તમ માઇલેજ અને શાનદાર સુરક્ષા સાથે લાખો લોકોની પસંદગી બની છે. આ માઇક્રો SUV 5-સીટર કેટેગરીમાં ખૂબ જ પોપ્યુલર છે અને તેની એક્સ-શોરૂમ કિંમત માત્ર 6 લાખ રૂપિયાથી શરૂ થાય છે, જે ટોપ વેરિયન્ટમાં 10 લાખ સુધી જાય છે. ટાટા પંચમાં 1.2 લીટરનું રેવોટ્રોન પેટ્રોલ એન્જિન છે, જે 87.8 PS પાવર અને 115 Nm ટોર્ક જનરેટ કરે છે, આ એન્જિનથી આઉટપુટ પર 3,150-3,350 rpm પર 115 Nmનો ટોર્ક જનરેટ થાય છે. આ એન્જિન સિટી ડ્રાઇવિંગ માટે પર્ફેક્ટ છે અને સ્મૂથ પર્ફોર્મન્સ આપે છે. પેટ્રોલ વેરિયન્ટમાં મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે ARAI સર્ટિફાઇડ 20.09 kmpl માઇલેજ મળે છે, જ્યારે ઓટોમેટિક (AMT) વેરિયન્ટમાં 18.8 kmpl માઇલેજ મળે છે. વધુમાં, તેનું CNG વેરિયન્ટ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે અદ્ભુત 26.99 km/kg માઇલેજ આપે છે.