Health care: ઠંડીમાં ચટપટી વસ્તુઓ ખાવાનું ક્રેવિંગ વધારે થાય છે. આમ, શિયાળામાં તમે આ જ્યૂસ પીઓ છો તો વજન કંટ્રોલમાં રહેશે. આ સાથે ક્રેવિંગ પણ નહીં થાય. Health care: ઠંડીમાં ખાસ કરીને ખાવાની બાબત પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. ખાવાપીવાની વસ્તુમાં તમે કાળજી રાખતા નથી તો વજન ઝડપથી વધી જાય છે. આ વજન કંટ્રોલ કરવું અઘરું પડી જાય છે. ગરમીની તુલના કરતા ઠંડીમાં ખાવાનું મન વધારે થાય છે. આ સમયે બોડી એક્ટિવિટી ઓછી થાય છે અને સાથે ઓવર ઇટિંગની અસર બોડી પર વધારે થાય છે જેના કારણે વજન ઝડપથી વધી જાય છે. ખાસ કરીને ઠંડીમાં મીઠી વસ્તુઓ ખાવાનું ક્રેવિંગ વધારે થાય છે. આ કારણે બોડીમાં વધારે કેલરી જમા થાય છે. કેલરી ઇન્ટેક વધવાને કારણે બોડીમાં ફેટ પણ વધી શકે છે. આમ, ઠંડીમાં તમને ચટપટી વસ્તુઓ ખાવાનું મન વધારે થાય છે તો તમે આ જ્યૂસ પીઓ.
બીટનો જ્યૂસ
ઠંડીમાં બીટનો જ્યૂસ પીવાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે. બીટનો જ્યૂસ અનેક પોષક તત્વોથી ભરપૂર હોય છે જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. ઠંડીમાં વજન ઝડપથી ઓછું કરવા ઇચ્છો છો તો બીટનો જ્યૂસ પીવાનું શરૂ કરો. આ જ્યૂસ એન્ટી ઓક્સિડન્ટ, વિટામીન અને ખનીજ તત્વોથી ભરપૂર હોય છે જે લિવર માટે પણ અનેક રીતે ગુણકારી છે. આ જ્યૂસ પીવાથી આંતરડાની ગંદકી પણ દૂર થાય છે.