IPL ખેલાડીઓને હરાજીમાં મળતી આખી રકમ સીધી તેમના ખાતામાં જતી નથી, પણ તમારી પગારની જેમ જ ટેક્સ કપાઈને મળે છે. ઉપરાંત, તેમની આવક પર સ્લેબ પ્રમાણે ઇન્કમ ટેક્સ પણ ભરવો પડે છે.
નવી દિલ્હીઃ 2026માં યોજાનારી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માટે ખેલાડીઓની હરાજી 16 ડિસેમ્બરે પૂર્ણ થઈ છે. હરાજીમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ ઓસ્ટ્રેલિયાના ખેલાડી કેમેરોન ગ્રીનને સૌથી મોંઘી બોલી લગાવીને ખરીદ્યો અને તેમને 25.20 કરોડ રૂપિયાની ઑફર આપી. હવે કેમેરોન ગ્રીન IPLના સૌથી મોંઘા વિદેશી ખેલાડી બની ગયા છે. ગયા વર્ષે લખનૌ સુપર જાયન્ટ્સે ઋષભ પંતને 27 કરોડમાં ખરીદી ઇતિહાસ રચ્યો હતો. હવે પ્રશ્ન એ છે કે, હરાજીમાં મોંઘા ભાવમાં વેચાતા ખેલાડીઓને વાસ્તવમાં કેટલા પૈસા મળે છે અને તેમને કેટલો ટેક્સ ભરવો પડે છે?
IPL ખેલાડીઓને હરાજીમાં મળતી આખી રકમ સીધી તેમના ખાતામાં જતી નથી, પણ તમારી પગારની જેમ જ ટેક્સ કપાઈને મળે છે. ઉપરાંત, તેમની આવક પર સ્લેબ પ્રમાણે ઇન્કમ ટેક્સ પણ ભરવો પડે છે. એટલે, IPL ખેલાડીઓની વાસ્તવિક કમાણી તેમને મળતી રકમથી ઘણી ઓછી હોય છે. એક મહત્વની વાત એ છે કે, ઇન્કમ ટેક્સના નિયમો દેશી અને વિદેશી ખેલાડીઓ માટે અલગ-અલગ લાગુ પડે છે.

