BHIM App Cashback Offer: ભારતની સ્વદેશી ડિજિટલ પેમેન્ટ એપ ભીમ (BHIM)એ તેની 10મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે ‘ગર્વ સે સ્વદેશી’ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાનનો મુખ્ય હેતુ દેશભરમાં નવા યુઝર્સને ડિજિટલ પેમેન્ટ તરફ આકર્ષિત કરવાનો છે.
BHIM App Cashback Offer: ભારતની સ્વદેશી ડિજિટલ પેમેન્ટ એપ ભીમ (BHIM)એ તેની 10મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે ‘ગર્વ સે સ્વદેશી’ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાનનો મુખ્ય હેતુ દેશભરમાં નવા યુઝર્સને ડિજિટલ પેમેન્ટ તરફ આકર્ષિત કરવાનો છે. ડિસેમ્બર 2016માં લોન્ચ થયેલી આ એપ હવે 10 વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે, અને આ પ્રસંગે NPCI BHIM Services Limited (NBSL)એ ખાસ કેશબેક ઓફર જાહેર કરી છે.
જો તમે BHIM એપના નવા યુઝર છો અને 20 રૂપિયા અથવા તેનાથી વધુનું કોઈ પેમેન્ટ કરો છો, તો તમને તરત જ 20 રૂપિયાનું કેશબેક મળશે. કંપનીનું કહેવું છે કે આ અભિયાનનો હેતુ વધારેમાં વધારે નવા લોકોને ડિજિટલ પેમેન્ટ સાથે જોડવાનો અને તેમને સરળ અને સુરક્ષિત અનુભવ આપવાનો છે. NBSLના MD અને CEO લલિતા નટરાજે જણાવ્યું કે, “BHIM ડિજિટલ અને આત્મનિર્ભર ભારતનું પ્રતીક છે. આ અભિયાન ભારતીય યુઝર્સની વાસ્તવિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે.” ભીમ એપને બનાવનારી કંપની NPCI BHIM Services Limited (NBSL)ના જણાવ્યા અનુસાર, નવા યુઝર્સ જો રોજિંદા ખર્ચામાં ભીમ એપનો ઉપયોગ કરે છે, તો તેઓ એક મહિનામાં ₹300 સુધીનું કેશબેક મેળવી શકે છે. તેમાં કરિયાણું ખરીદવું, બસ અથવા મેટ્રો ટિકિટ, મોબાઈલ રિચાર્જ, વીજળી અને ગેસ બિલ ભરવું, પેટ્રોલનો ખર્ચ વગેરે લેવડ-દેવડ સામેલ છે. BHIM એપ હાલમાં 15થી વધુ ભારતીય ભાષાઓને સપોર્ટ કરે છે, જેમાં ગુજરાતી પણ સામેલ છે. આ એપ એડવરર્ટાઈઝ વગરની છે અને ઓછા ઇન્ટરનેટ કનેક્શનવાળા વિસ્તારોમાં પણ સરળતાથી કામ કરે છે. તાજેતરમાં એપમાં ઘણા નવા ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે, જેમ કે સ્પ્લિટ એક્સપેન્સ, ફેમિલી મોડ, સ્પેન્ડ એનાલિટિક્સ, એક્શન નીડેડ અને UPI સર્કલ. ખાસ કરીને UPI સર્કલ ફુલ ડેલિગેશન ફીચરથી યુઝર્સ પોતાના પરિવારના સભ્યો, બાળકો અથવા કર્મચારીઓને ચોક્કસ લિમિટમાં પેમેન્ટ કરવાની પરવાનગી આપી શકે છે.