March 19, 2026

News Media

Save Time Live Better..!

LPG માટે કતારો પણ PNG ગ્રાહકો ‘નિશ્ચિંત’! જાણો પાઇપલાઇન ગેસની ‘રાહત’ પાછળનું કારણ

US-Israel Iran War: ભારતના અનેક વિસ્તારોમાં હાલમાં LPG સિલિન્ડરોની ભારે અછત જોવા મળી રહી છે, જ્યારે બીજી તરફ પાઈપ દ્વારા મળતો નેચરલ ગેસ (PNG, પાઈપ્ડ નેચરલ ગેસ) કોઈપણ અડચણ વગર સતત સપ્લાય થઈ રહ્યો છે. આ પરિસ્થિતિ બંને ઇંધણની સપ્લાય ચેઈન, આયાત પર નિર્ભરતા અને વિતરણ પ્રણાલીમાં રહેલા મોટા તફાવતને સ્પષ્ટ કરે છે. વર્ષોથી ભારતીય રસોડામાં LPG સિલિન્ડર પ્રથમ પસંદગી રહ્યા છે, પરંતુ હવે PNG ધીમે-ધીમે તેની જગ્યા લઈ રહ્યું છે. PNG સીધું પાઈપલાઈન દ્વારા ઘરો સુધી પહોંચે છે, જ્યારે LPG માટે એજન્સીઓ અને સિલિન્ડર પર નિર્ભર રહેવું પડે છે.

LPGનો બાટલો છોડી PNG અપનાવવા અપીલ

દેશના 34 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં PNG નેટવર્ક ફેલાઈ ચૂક્યું છે અને લગભગ 1.59 કરોડ ઘરોમાં PNG કનેક્શન લાગી ગયું છે. સરકારનો લક્ષ્યાંક વર્ષ 2034 સુધીમાં આ આંકડો વધારીને 12.63 કરોડ કનેક્શન સુધી લઈ જવાનો છે. મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ પણ ગ્રાહકોને અપીલ કરી છે કે તેઓ LPG પરનું ભારણ ઘટાડવા માટે PNG તરફ વળે. PNGની સ્થિરતાનું મુખ્ય કારણ તેનું સ્થાનિક ઉત્પાદન છે, કારણ કે ભારત તેની જરૂરિયાતનો અડધો કુદરતી ગેસ પોતે જ ઉત્પાદિત કરે છે.

LPG સપ્લાયમાં કેમ આવી રહ્યો છે અવરોધ?

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, LPG ની પૂર્તિ માટે ભારત 62% આયાત પર નિર્ભર છે. આ આયાતનો 90% હિસ્સો ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (Strait of Hormuz)ના માર્ગે આવે છે, જે મધ્યપૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અને ભૌગોલિક-રાજકીય તણાવને કારણે વારંવાર પ્રભાવિત થાય છે. આ જ કારણ છે કે હાલમાં LPGની સપ્લાય નબળી પડી છે. સરકારે હાલમાં ઘરેલું વપરાશને પ્રાધાન્ય આપીને કોમર્શિયલ સિલિન્ડરો પર આંશિક રોક લગાવી છે, જેના કારણે રેસ્ટોરન્ટ્સ અને નાના વેપારીઓને મોટી મુશ્કેલી પડી રહી છે.

સંકટના સમયે PNG કેમ વધુ મજબૂત વિકલ્પ?

સીધું વિતરણ

પાઈપલાઈન દ્વારા સતત ગેસ મળતો રહે છે, સિલિન્ડર લાવવા-લઈ જવાની ઝંઝટ નથી. ગેસ સતત મળતો રહેતો હોવાથી ખોટી અફવાથી લોકો દોરાઈ જતાં નથી, જેથી સપ્લાઈ પર કોઈ અસર પડતી નથી.

સ્થાનિક ઉત્પાદન

ભારતની કુદરતી ગેસની 50% જરૂરિયાત પોતાના સ્ત્રોતોમાંથી પૂરી થાય છે.