March 19, 2026

News Media

Save Time Live Better..!

LPG Shortage: રાંધણ ગેસ સિલિન્ડરની ટેન્શન ખતમ! સરકારે 5 નવા રસ્તા શોધી કાઢ્યા

LPG Shortage: ભારતે હોર્મુઝ સ્ટ્રેટના રસ્તે ખાડી દેશોમાંથી આવી રહેલા તેલ-ગેસની સપ્લાયમાં અડચણ આવ્યા બાદ વૈકલ્પિક માર્ગો શોધવાનું શરૂ કરી દીધું છે. હવે ભારતનું ધ્યાન ઑસ્ટ્રેલિયા, રશિયા, કેનેડા અને અલ્જીરિયા જેવા દેશોમાંથી ગેસ મંગાવવા પર છે. હોર્મુઝના માર્ગે ભારત સાઉદી અરબ, કતાર, યુએઈ જેવા દેશોમાંથી મોટા પાયે તેલ અને ગેસ ખરીદતું હતું. પરંતુ ઈરાન-ઈઝરાયેલ યુદ્ધને કારણે હોર્મુઝમાંથી તેલ-ગેસના જહાજોની આવન-જાવન થઈ શકતી નથી. તેથી સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મિડલ ઈસ્ટના સંકટ વચ્ચે રશિયા ભારત માટે તેલનો સૌથી મોટો વૈકલ્પિક સ્ત્રોત બની ગયો છે. માર્ચના પહેલા 11 દિવસમાં રશિયામાંથી તેલની આયાત 50 ટકા વધીને 15 લાખ બેરલ પ્રતિ દિવસ (bpd) સુધી પહોંચી ગઈ છે, જે ફેબ્રુઆરીમાં આશરે 1 મિલિયન હતી. જોકે, રશિયા હવે તેલ ખરીદી પર ડિસ્કાઉન્ટ આપતું નથી. અમેરિકાએ ભારતને રશિયન તેલ ખરીદવા માટે 30 દિવસની અસ્થાયી છૂટ આપી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતીય ઑઇલ કંપનીઓએ આશરે 3 કરોડ બેરલ રશિયન ક્રૂડ ઓઈલની ડીલ કરી છે.

ભારત ક્રૂડ ઓઈલની 88 ટકા જરૂરિયાત આયાત કરે છે (બીજા દેશમાંથી મંગાવે છે), 25થી 27 લાખ બેરલ ક્રૂડ ઓઈલ ખાડી દેશોમાંથી હોર્મુઝના રસ્તે આવે છે. 55 ટકા રાંધણ ગેસ (LPG) વિદેશમાંથી આયાત થાય છે, 30 ટકા LNG ગેસ પણ અન્ય દેશોમાંથી ખરીદાય છે