જો તમે ઘરમાં LPG રાંધણ ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેન્દ્ર સરકારે હવે તમામ ઘરેલુ LPG ગ્રાહકો માટે e-KYC પ્રક્રિયા ફરજિયાત બનાવી છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, LPG ગ્રાહકોને આધાર આધારિત બાયોમેટ્રિક વેરિફિકેશન એટલે કે e-KYC પૂર્ણ કરવું જરૂરી રહેશે.
જો ગ્રાહકો સમયસર આ પ્રક્રિયા પૂર્ણ નહીં કરે તો તેમને ગેસ સબસિડી મેળવવામાં મુશ્કેલી પડી શકે છે.સરકારનું મુખ્ય ઉદ્દેશ શું છે?સરકારનું કહેવું છે કે e-KYC ફરજિયાત બનાવવાથી ગેસ સિલિન્ડરની સંગ્રહખોરી અને કાળા બજાર પર નિયંત્રણ લાવવામાં મદદ મળશે. આ પ્રક્રિયા દ્વારા ફક્ત યોગ્ય લાભાર્થીઓ સુધી જ સબસિડી પહોંચશે અને સમગ્ર સિસ્ટમ વધુ પારદર્શક બનશે. ખાસ કરીને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે આ પ્રક્રિયા ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે.હવે ઘરેબેઠાં મોબાઇલથી થશે e-KYC:સરકાર દ્વારા ગ્રાહકોને મોટી રાહત આપવામાં આવી છે. હવે e-KYC માટે ગેસ એજન્સી સુધી જવાની જરૂર નથી.
ગ્રાહકો પોતાના સ્માર્ટફોન દ્વારા ઘરેથી જ થોડા મિનિટોમાં આ પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે.e-KYC કરવાની સરળ પ્રક્રિયાLPG ગ્રાહકો નીચે આપેલા બે સરળ સ્ટેપ્સ દ્વારા e-KYC પૂર્ણ કરી શકે છે:સ્ટેપ 1:સૌપ્રથમ https://www.pmuy.gov.in/e-kyc.html લિંક પર જાઓ અથવા QR કોડ સ્કેન કરો.સ્ટેપ 2:તમારી ગેસ કંપનીની ઓફિશિયલ એપ ડાઉનલોડ કરો. સાથે જ Aadhaar FaceRD એપ પણ ઇન્સ્ટોલ કરો. ત્યારબાદ એપમાં આપવામાં આવેલી સૂચનાઓ મુજબ ચહેરાનો સ્કેન કરીને આધાર દ્વારા બાયોમેટ્રિક વેરિફિકેશન પૂર્ણ કરો. થોડી જ મિનિટોમાં તમારું e-KYC સફળતાપૂર્વક પૂર્ણ થઈ જશે.સબસિડી માટે e-KYC જરૂરી:સરકારના જણાવ્યા અનુસાર LPG સિલિન્ડરની 8મી અને 9મી રિફિલ પર મળતી ₹300 સુધીની સબસિડી મેળવવા માટે e-KYC ફરજિયાત રહેશે.
જો ગ્રાહકો e-KYC પૂર્ણ નહીં કરે તો ભવિષ્યમાં તેમની સબસિડી બંધ થઈ શકે છે. એકવાર નાણાકીય વર્ષમાં e-KYC પૂર્ણ કર્યા પછી તે જ વર્ષ દરમિયાન ફરીથી પ્રક્રિયા કરવાની જરૂર રહેતી નથી.સમસ્યા હોય તો ક્યાં સંપર્ક કરવો?જો કોઈ ગ્રાહકને e-KYC કરવામાં મુશ્કેલી આવે તો તેઓ પોતાના નજીકના LPG ડિસ્ટ્રીબ્યુટરનો સંપર્ક કરી શકે છે. આ ઉપરાંત હેલ્પલાઇન નંબર 1800-233-3555 પર પણ માર્ગદર્શન મળી શકે છે.LPG ગ્રાહકો માટે હવે આધાર આધારિત e-KYC કરાવવું ખૂબ જ જરૂરી બની ગયું છે. જો તમે ગેસ સબસિડીનો લાભ ચાલુ રાખવા માંગતા હો, તો શક્ય તેટલી વહેલી તકે મોબાઇલ દ્વારા ઘરેથી જ e-KYC પૂર્ણ કરી લો.

More Stories
LPG Shortage: રાંધણ ગેસ સિલિન્ડરની ટેન્શન ખતમ! સરકારે 5 નવા રસ્તા શોધી કાઢ્યા
LPG માટે કતારો પણ PNG ગ્રાહકો ‘નિશ્ચિંત’! જાણો પાઇપલાઇન ગેસની ‘રાહત’ પાછળનું કારણ
હે પરિણીતી ચોપરા, પિતરાઈ બહેન પ્રિયંકા ચોપરા તમારા લગ્ન માટે “પ્રતીક્ષા કરી શકતા નથી”. આ