હજુ પણ માવઠાનો સામનો કરવો પડશે, રાજ્યમાં ભારે ગરમી પણ પડશે, અંબાબાલ પટેલની નવી આગાહી
Gujarat weather forecast: આવતીકાલથી રાજ્યમાં ત્રણ દિવસ ભારે રહી શકે છે. ફરી માવઠાની આગાહી કરવામાં આવી છે. તો એપ્રિલ મહિનામાં પણ ભારે ગરમીની સાથે કેટલીક જગ્યાએ વરસાદ પડી શકે છે.
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી પડી રહેલા માવઠાંને કારણે ખેડૂતો પરેશાન છે. માવઠાને કારણે ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું હતું. ફરી ખેડૂતો માટે ખરાબ સમાચાર આવી રહ્યાં છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે રાજ્યમાં જૂન મહિના સુધી માવઠું થશે. અંબાલાલ પટેલે કહ્યુ કે, કમોસમી વરસાદની સાથે ભારે ગરમી પણ પડશે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે માવઠાને કારણે આ વર્ષે કેરીના પાકને પણ નુકસાન થઈ શકે છે.

More Stories
LPG Shortage: રાંધણ ગેસ સિલિન્ડરની ટેન્શન ખતમ! સરકારે 5 નવા રસ્તા શોધી કાઢ્યા
Big News For LPG Gas Cylinder: રાંધણ ગેસ સિલિન્ડર અંગે મોટા સમાચાર, આ કામ પૂરું નહીં કર્યું હોય તો નહીં મળે સબસિડી
LPG માટે કતારો પણ PNG ગ્રાહકો ‘નિશ્ચિંત’! જાણો પાઇપલાઇન ગેસની ‘રાહત’ પાછળનું કારણ