March 18, 2026

News Media

Save Time Live Better..!

Nora-2

નોરા ફતેહી સફેદ ગાઉનમાં થઇ સ્પોટ:હેવી સ્લીવ્સ જોઈને યુઝર્સ કરી ટ્રોલ કહ્યું કે, ‘રજાઈ પણ સાથે લાવી છે કે શું?’.

નોરા ફતેહી હંમેશા તેની ડ્રેસિંગ સેન્સના કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ તે એક ઈવેન્ટમાં પહોંચી હતી, જેનો એક વીડિયો વાઇરલ થઇછે. આ વીડિયોમાં નોરા ઓલ વ્હાઇટ લુકમાં જોવા મળી હતી. આ આઉટફિટમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. પરંતુ સોશિયલ મીડિયા પર તેનો લુક લોકોને પસંદ ન આવ્યો અને યુઝર્સ તેને ટ્રોલ કરવા લાગ્યા હતા.

વીડિયોમાં નોરા વ્હાઈટ કલરના ડ્રેસમાં જોવા મળી રહી છે. પરંતુ નોરાના આઉટફિટની ભારે સ્લીવ્ઝએ ચાહકોનું ધ્યાન ખેંચ્યું હતું. નોરાએ સફેદ મોજા અને નાની હેન્ડબેગ સાથે લુકને પૂર્ણ કર્યો હતો. તે જ સમયે, બે લોકો વારંવાર તેના ડ્રેસને ઠીક કરતા જોવા મળે છે. વીડિયોમાં નોરા હંમેશની જેમ ખૂબ જ આત્મવિશ્વાસ સાથે ફોટોગ્રાફર માટે પોઝ આપતી જોવા મળે છે.

ચાહકોએ તેની સરખામણી રજાઇ સાથે કરી હતી
વીડિયો સામે આવતા જ યુઝર્સે નોરાની હેવી સ્લીવ્ઝની સરખામણી રજાઇ સાથે કરી હતી. વીડિયો પર ફની કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘મારું ઓશીકું પરત કરો, મારે સૂવું છે’. તો ત્યાં બીજા યુઝરે લખ્યું કે, ‘તમે રજાઇ સાથે કેમ લાવ્યા છો’. આવા તમામ યુઝર્સ નોરાને ટ્રોલ કરતા જોવા મળ્યા હતા.