દુનિયાના ટોપ-10 અમીર વ્યક્તિ
| બર્નાર્ડ આર્નોલ્ટ (ફ્રાન્સ) | 211 અબજ ડોલર |
| એલોન મસ્ક (અમેરિકા) | 180 અબજ ડોલર |
| જેફ બેઝોસ (અમેરિકા) | 114 અબજ ડોલર |
| લેરી એલિસન (અમેરિકા) | 107 અબજ ડોલર |
| વોરેન બફેટ (અમેરિકા) | 106 અબજ ડોલર |
| બિલ ગેટ્સ (અમેરિકા) | 104 અબજ ડોલર |
| માઈકલ બ્લૂમબર્ગ (અમેરિકા) | 94.5 અબજ ડોલર |
| કાર્લોસ સ્લિમ હેલુ (મેક્સિકો) | 93 અબજ ડોલર |
| મુકેશ અંબાણી (ભારત) | 83.4 અબજ ડોલર |
| સ્ટીવ બાલ્મર (અમેરિકા) | 80.7 અબજ ડોલર |
ભારતીય અબજોપતિઓની સંખ્યા વધીને 169 થઈ
ફોર્બ્સની આ અબજોપતિઓની યાદીમાં કુલ 169 ભારતીયોના નામ છે. ગયા વર્ષે આ સંખ્યા 166 હતી. સંખ્યા ભલે વધારે હોય, પરંતુ તેમની કુલ નેટવર્થમાં 10%નો ઘટાડો નોંધાયો છે. ગયા વર્ષની સરખામણીમાં તેમની નેટવર્થ $750 બિલિયનથી ઘટીને $675 બિલિયન થઈ ગઈ છે. આ ઘટાડા માટે ગૌતમ અદાણી સૌથી વધુ જવાબદાર છે.
અંબાણી-અદાણી પછી નાદરનો નંબર
આ યાદીમાં મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી પછી 25.6 અબજ ડોલરની નેટવર્થ સાથે શિવ નાદર ત્રીજા ભારતીય છે. સાયરસ પૂનાવાલા 22.6 બિલિયન ડોલરની નેટવર્થ સાથે ચોથા નંબરે અને લક્ષ્મી મિત્તલ 5માં નંબરે છે. છઠ્ઠા નંબરે સાવિત્રી જિંદાલ, સાતમા નંબરે દિલીપ સંઘવી, આઠમા નંબરે રાધાકિશન દામાની, નવમા નંબરે કુમાર મંગલમ બિરલા અને દસમા નંબરે ઉદય કોટક છે.

More Stories
LPG Shortage: રાંધણ ગેસ સિલિન્ડરની ટેન્શન ખતમ! સરકારે 5 નવા રસ્તા શોધી કાઢ્યા
Big News For LPG Gas Cylinder: રાંધણ ગેસ સિલિન્ડર અંગે મોટા સમાચાર, આ કામ પૂરું નહીં કર્યું હોય તો નહીં મળે સબસિડી
LPG માટે કતારો પણ PNG ગ્રાહકો ‘નિશ્ચિંત’! જાણો પાઇપલાઇન ગેસની ‘રાહત’ પાછળનું કારણ