ક કંપની એપલ ટૂંક સમયમાં ભારતમાં તેનો પહેલો ફ્લેગશિપ રિટેલ સ્ટોર ‘Apple BKC’ ખોલવા જઈ રહી છે. આ સ્ટોર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના જીઓ વર્લ્ડ ડ્રાઈવ મોલમાં ખોલવામાં આવશે. આ મોલ મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં આવેલો છે.
મીડિયાના અહેવાલો અનુસાર, ટેક જાયન્ટ આ મહિનાના અંતમાં સ્ટોર ખોલવાની યોજના બનાવી રહી છે. આ પછી કંપની ભારતમાં પોતાનો બીજો સ્ટોર નવી દિલ્હીમાં ખોલી શકે છે.
ઓફિશિયલ ટીઝર રિલીઝ કરતાં કહ્યું, ‘હેલો મુંબઈ’
એપલે મોલમાં એક બેનર લગાવ્યું છે, જેમાં લખ્યું છે, ‘Apple BKC ટૂંક સમયમાં આવી રહ્યું છે’. આ સિવાય કંપનીએ એપલ ઈન્ડિયા સ્ટોરની વેબસાઈટ પર એક ઓફિશિયલ ટીઝર પણ રિલીઝ કર્યું છે. આ ટીઝરમાં લખ્યું છે, ‘હેલો મુંબઈ. અમે ભારતમાં અમારા પ્રથમ સ્ટોરમાં તમારું સ્વાગત કરવા માટે તૈયાર છીએ. અને એપલ બીકેસીમાં તમારી સર્જનાત્મકતા તમને ક્યાં લઈ જાય છે તે જોવા માટે હું આતુર છું.’

More Stories
LPG Shortage: રાંધણ ગેસ સિલિન્ડરની ટેન્શન ખતમ! સરકારે 5 નવા રસ્તા શોધી કાઢ્યા
Big News For LPG Gas Cylinder: રાંધણ ગેસ સિલિન્ડર અંગે મોટા સમાચાર, આ કામ પૂરું નહીં કર્યું હોય તો નહીં મળે સબસિડી
LPG માટે કતારો પણ PNG ગ્રાહકો ‘નિશ્ચિંત’! જાણો પાઇપલાઇન ગેસની ‘રાહત’ પાછળનું કારણ