કોવિડ-19 દરમિયાન મળેલા અનુભવમાંથી બોધપાઠ લેતા ક્રેડિટ કાર્ડધારકો વધુ સ્માર્ટ બન્યા છે. બેન્ક અધિકારીઓ અનુસાર લોકો હવે ક્રેડિટ કાર્ડથી ચૂકવણીને લઇને વધુ સજાગ થયા છે. મોટી સંખ્યામાં લોકો ક્રેડિટ કાર્ડ પર બાકીની રકમને EMIમાં કન્વર્ટ કરાવી રહ્યાં છે. EMIની સમયસર ચૂકવણીથી સિબિલ સ્કોર સારો રહે છે તેવી સમજ લોકોમાં પ્રવર્તી રહી છે. આ જ કારણ છે કે મહામારીથી પહેલા ક્રેડિટ કાર્ડ પર બાકી રકમમાં રિવૉલ્વિંગ ક્રેડિટનો હિસ્સો 40-45% હતો. હવે તેમાં 10%નો ઘટાડો થયો છે.
સૂત્રોનુસાર, એસબીઆઇ કાર્ડ્સ એન્ડ પેમેન્ટ સર્વિસીઝના ક્રેડિટ કાર્ડ્સ પર થનારી કુલ પ્રાપ્તિમાં રિવૉલ્વિંગ ક્રેડિટનો હિસ્સો ડિસેમ્બર 2022ના ક્વાર્ટરમાં હિસ્સો 3% ઘટીને 24% થયો છે. એક વર્ષ પહેલા સમાન ક્વાર્ટર દરમિયાન તે 27%ના સ્તર પર હતો. જ્યારે, સમાન સમયગાળા દરમિયાન કુલ રસીદોમાં EMIથી મળતા પેમેન્ટનો હિસ્સો 4%થી વધીને 37% થયો છે. તે એક વર્ષ પહેલાના સમાન ક્વાર્ટર દરમિયાન 33%ના સ્તર પર હતો.
આઇડીબીઆઇ બેન્કના ડેપ્યુટી એમડી સુરેશ ખટાનહારે કહ્યું કે, સારા દર પર પર્સનલ EMI લોનની તાત્કાલિક ઉપલબ્ધતાને કારણે ગ્રાહકો ઇએમઆઇ આધારિત ચૂકવણી કરવાનું પસંદ કરી રહ્યાં છે. કોટક મહિન્દ્રા બેન્કના અધ્યક્ષ અમ્બુજ ચાંદનાએ કહ્યું કે, કન્ઝ્યુમર ડ્યૂરેબલ્સ, મોબાઇલ, એપેરલ, ટ્રાવેલ અને હોમ ડેકોર જેવી શ્રેણીઓમાં બ્રાન્ડ્સ સાથે મળીને કેશબેક અને નો કૉસ્ટ ઇએમઆઇનું કેમ્પેન ચલાવે છે. અમે મોટી ખરીદી દરમિયાન ગ્રાહકોને ઇએમઆઇનો વિકલ્પનો લાભ ઉઠાવવા માટે જાગૃત કરીએ છીએ.

More Stories
LPG Shortage: રાંધણ ગેસ સિલિન્ડરની ટેન્શન ખતમ! સરકારે 5 નવા રસ્તા શોધી કાઢ્યા
Big News For LPG Gas Cylinder: રાંધણ ગેસ સિલિન્ડર અંગે મોટા સમાચાર, આ કામ પૂરું નહીં કર્યું હોય તો નહીં મળે સબસિડી
LPG માટે કતારો પણ PNG ગ્રાહકો ‘નિશ્ચિંત’! જાણો પાઇપલાઇન ગેસની ‘રાહત’ પાછળનું કારણ